/connect-gujarat/media/media_files/2025/03/06/DV3huUSOcL2byYj9Mbq5.jpg)
દીવમાં મધદરિયે શિપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો છે. દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3 ને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી દરમિયાન અન્ય ખલાસીઓની શોધખોળ શરૂ છે.
ઘટના અંગે બોટના માલિક ચુનીલાલ બારીયાએ મીડિયાને જણાવ્યું કે, મારી નિરાલી નામની બોટ IND DD02 MM 757 દરિયામાં શિપ સાથે અથડાઈ હતી. અમે ફિશિંગ કરીને 16માં દિવસે એટલે કે, ચોથી માર્ચના દિવસે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાતના 10 થી 11 વાગ્યાની આસપાસ કોઈ મોટા જહાજે ટક્કર મારી અને અમારી બોટ પલટી મારીને ડૂબી ગઈ હતી.
બોટમાં 7 ખલાસી હાજર હતા, જેમાંથી 3 ખલાસીને બચાવી લેવાયા છે. હજુ સુધી બોટ અને અન્ય 4 ખલાસી લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે ખલાસીઓ બચી ગયા તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.