વડોદરા નજીક બ્રિજ થયો ધરાશાયી
દુર્ઘટનામાં 15 લોકોના નિપજ્યા મોત
વાહનવ્યવહાર પર પણ અસર
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચેના વાહનવ્યવહારને અસર
60 KMનો વધુ ફેરાવો ફરવાનો વારો
વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધારાસભ્ય થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રની જોડતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનો એ ઇંધણના વ્યવ સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે
વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાઇ થઈ જતા 15 જેટલા લોકોના મોત નીપજ્યા છે. તો બીજી તરફ મહત્વનો ગણાતો આ બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે.મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજએ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે. જેથી તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ કહી શકાય. બ્રિજ ધરાશાયી થતા હવે ભરૂચ,અંકલેશ્વર ,વાપી તરફના વાહનોએ વધારે ફેરાવો ફરવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને ભરૂચ અને દહેજમાં ઉદ્યોગોના માલ વાહક વાહનોએ 60 થી 70 કી.મી.નો ફેરાવો ફરવાનો વારો આવશે. બ્રિજ તૂટી જતા ઇંધણના વ્યવ સાથે ટોલટેક્ષ પણ ચૂકવવા લોકો મજબુર બન્યા છે ત્યારે મોટા વાહનો માટે એક ટ્રીપના વધારાના 8થી 9 હજાર ખર્ચ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે
વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્વનો છે ત્યારે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.