IND vs NZ: રોહિત શર્માનો નાનો ફેન મેદાનમાં આવ્યો, ભારતીય કેપ્ટનને ગળે લગાવ્યો, હિટમેને દેખાડી ઉદારતા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ભારતે મેચની સાથે સાથે શ્રેણી પણ કબજે કરી લીધી હતી. તેણે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. કેપ્ટન રોહિત શર્માએ અડધી સદીની ઇનિંગ રમી હતી. આ મેચ દરમિયાન શાનદાર મોમેન્ટ જોવા મળી હતી.
રોહિત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક નાનો ચાહક મેદાનમાં ઘુસી ગયો હતો. તેણે તરત જ રોહિત શર્માને ગળે લગાવ્યો. 10મી ઓવરમાં રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. બોલ દર્શકોની ગેલેરીમાં પડ્યો હતો. સિક્સર ફટકાર્યા પછી તરત જ નાનો ચાહક મેદાનમાં ઘૂસી ગયો. તે ઝડપથી ભારતીય કેપ્ટન પાસે ગયો અને તેને ગળે લગાવ્યો. જ્યારે સુરક્ષાકર્મીઓ તેને ખેંચવા લાગ્યા ત્યારે હિટમેને તેને રોક્યો.
Moment of the day 😍♥️#RohitSharma || @ImRo45 pic.twitter.com/osrd1n3GMZ
— ᴊᴀɢᴅɪꜱʜ ɢᴀᴜʀ🇮🇳 (Fan Account) (@jagdish_ro45) January 21, 2023
રોહિત શર્માએ સિક્યુરિટી ગાર્ડને નાના ચાહક પ્રત્યે દયાળુ બનવાનું કહીને ઉદારતા દર્શાવી. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. રોહિતે 51 બોલમાં 50 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને જીતની નજીક પહોંચાડી હતી.