-
કોપીરાઈટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી
-
પોલીસે વેપારીઓ સામે નોંધ્યો ગુન્હો
-
દાહોદનો લોટ વેચતી કંપનીના નામનો કરતા હતા ઉપયોગ
-
રાધે માખણ ભોગ નામની કંપનીના લોગોનો ઉપયોગ
-
એક વેપારીની ધરપકડ,બે વોન્ટેડ જાહેર
નવસારીમાં કોપીરાઈટ એક્ટનો ભંગ કરનારા બે વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. દાહોદની ભવ્ય ફૂડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની રજિસ્ટર્ડ બ્રાન્ડ રાધે માખણ ભોગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોટનું વેચાણ કરવાનો મામલો સામે આવ્યો છે.
નવસારીમાં કોપીરાઈટ એક્ટનો વેપારીઓ દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો,જેમાં કોપીરાઈટની દેખરેખ રાખતી એમ.ફોર.યુ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ સર્વિસને માહિતી મળી હતી કે નવસારીના રામજી મંદિર શોપિંગ સેન્ટરમાં બે વેપારીઓ સંતોષ સાધુમલ માખીજા અને મગનમલ માખીજા ઉત્તર પ્રદેશની MLMP રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડની બનાવટનો લોટ રાધે માખણ ભોગના નામે વેચી રહ્યા છે.
ભવ્ય ફૂડ પ્રોડક્ટ કંપનીના અધિકારી હિરેન મુકેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ સાથે મળીને વેપારીઓના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસમાં રૂપિયા 3 લાખ 14 હજાર 360ની કિંમતના 271 કટ્ટા લોટ જપ્ત કરવામાં આવ્યા હતા.
બંને વેપારીઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે સંતોષ સાધુમલ માખીજાની ધરપકડ કરી હતી,જ્યારે તેના કાકા મગનમલ માખીજા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.