વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન
શ્રાવણના સોમવારે યોજાશે કાર્યક્રમ
દેશભરના કલાકરોએ નૃત્યકલાની કરી પ્રસ્તુતિ
શિવના ચરણોમાં કલારૂપી પુષ્પ કર્યું અર્પણ
મહાદેવના ભક્તોમાં નૃત્યકલાએ જમાવ્યું આકર્ષણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે'વંદે સોમનાથ' કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો છે.આ કાર્યક્રમ શ્રાવણ માસના દરેક સોમવારે 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી યોજાશે.
ગીર સોમનાથ જિલ્લાના અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ અને ગુજરાત ટુરિઝમ સાથે મળીને વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધીમાં શ્રાવણના દરેક સોમવાર દરમિયાન યોજાશે.કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને શિવજીના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે.
કાર્યક્રમમાં રાષ્ટ્રભરના ખ્યાતનામ કલાકારો ભારતીય પરંપરાગત નૃત્ય કલાની પ્રસ્તુતિ આપશે. આ આયોજન સોમનાથ મંદિરના ત્રણ અલગ-અલગ સ્થળોએ થશે. આ કાર્યક્રમના માધ્યમથી સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારતીય નૃત્યકળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત કરાવવામાં આવશે.