તમારે વેક્સિન લેવી છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી નથી, વાંચો કઈ રીતે મળશે રસી

New Update
તમારે વેક્સિન લેવી છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી નથી, વાંચો કઈ રીતે મળશે રસી

સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયના લોકોને વેક્સિનેશન માટે ઘણી રાહત મળી છે. આ વયના લોકો માટે હવે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેઓને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે.

તે રાજ્યો પર છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં.દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને જાણકારોના માટે ત્રીજી લહેર 6 થી 8 મહિનામાં આવી શકે છે એ પૂર્વે સરકાર વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માંગે છે જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. બીજી તરફ વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન થવામાં વિલંબ, વારંવાર સારવાર ડાઉન જેવા પ્રોબ્લેમ આવી રહ્યા હોવાથી સ્થળ પર જ રજીસ્ટ્રેશના નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રસી માટે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલને વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે.

Latest Stories