દેશમાં હવે ઘરેલુ અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારની જળ સંપતિ વિભાગ મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું છે કે હવે બોરવેલ માટે સરકાર પાસેથી મંજૂરી ફરજિયાત લેવી પડશે જેના માટે નાગરિકોએ રૂ.10 હજારની ચાર્જ ભરી સરકાર પાસેથી NOC લેવી પડશે.
રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો, સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી અને NOC લેવી પડશે કેન્દ્રના જળ સંપત્તિ વિભાગે આ નિર્ણય કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે. આ સાથે જેમણે પહેલેથી જ બોરવેલ છે તેમણે પણ મંજૂરી મેળવવી પડશે. આ સાથે બોરવેલ વગર પાણી ઉપયોગ કરતા લોકોને NOC ની જરૂર નથી સરકારે આ પોલિસી અંતર્ગત સિંચાઈ માટે વપરાતા બોરવેલ NOC માંથી મુક્તિ આપવામાં આવી છે.
આમ કેન્દ્ર સરકારની જળ સંપત્તિ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું જલ્દીથી અમલવારી થાય તે માટે તમામ મુખ્ય સચિવ ને પત્ર લખવામાં આવશે. કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે જાહેર કરાયેલા આ નિર્ણય અંતર્ગત નાગરિકોને બોરવેલ અંગેની અરજી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે
