ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિના નાગરિકો માટે સરકાર દ્વારા એક હેલ્પલાઈનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં એટ્રોસિટી કેસ માટે થતી તકલીફોનું તાત્કાલિક રીતે નિરાકરણ કરવામાં આવશે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી પ્રદીપ પરમારના હસ્તે હેલ્પલાઈનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં અનુસૂચિત જાતિના લોકો માટે હેલ્પલાઈનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં એટ્રોસિટી કેસ માટે થતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ આવી શકશે, તેમજ એટ્રોસિટીને લગતી ફરિયાદ અન્વયે હેલ્પલાઇન જાહેર થશે તેમજ FIR, ચાર્જશીટ, મળવાપાત્ર સહાય બાબતોનું પણ નિવારણ ફોન પર થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ‘નેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટી’ અમલ કર્યો છે. આ હેલ્પલાઇન નંબર 14566, ટોલ ફ્રી નંબર 18002021989 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં માત્ર ફોન દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો માટે એટ્રોસિટી કેસ માટે થતી તકલીફોનું થઇ શકશે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
