લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અવસરેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વ સંભાળ્યું હતું.

આ પરેડમાં વિવિધ દળો અને બેન્ડોએ ભાગ લીધો હતો. જેમાં સીમા સુરક્ષા બળ (BSF) અને BSF બેન્ડઆઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ),સીઆઈએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ) અને CISF બેન્ડ,આંધ્રપ્રદેશઆસામછત્તીસગઢજમ્મુ-કાશ્મીરપંજાબમધ્ય પ્રદેશઓડિશામહારાષ્ટ્રકેરળત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓસીઆરપીએફ બેન્ડએસએસબી બેન્ડદિલ્હી પોલીસ બેન્ડએનસીસી ફૂટ કન્ટીજન્ટમાઉન્ટેડ કન્ટીજન્ટ (શ્વાન અને અશ્વ દળ)કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડતથા ક્લિનિંગ મશીન કન્ટીજન્ટ આ દળોએ રાષ્ટ્રીય એકતાશાંતિશિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દળોને સલામી આપી હતી.