પંચમહાલ જિલ્લામાં મિત્રના લગ્નમાં ડાન્સ કરતા યુવકનું મોત થયું છે. પંચમહાલ જિલ્લામાંના મોરવા હડફ તાલુકાના રજાયતા ગામમાં આ ઘટના બની છે. જ્યાં લગ્ન પ્રસંગમાં વરઘોડામાં વરરાજાને ખભા પર બેસાડીને તેમનો મિત્ર ડાન્સ કરી રહ્યો હતો. આ તકે મિત્રને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાં જ 27 વર્ષીય યુવક નીચે જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકને ચક્કર આવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. હૃદય રોગના હુમલાને કારણે યુવકનું મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લગ્નની આ ખુશીઓની પળ માતમમાં ફેરવાઇ ગઈ હતી.