/connect-gujarat/media/post_banners/cd22595a05b041e18334c685478de3587eac08c10c98ef01518ba0c57ded8e34.webp)
ચોમાસાની ઋતુમાં ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. જેમાની એક છે રેલિંગ, ગ્રીલ, મેઇન ગેટ અને બારીઑ સહિતની લોખંડની વસ્તુઓને કાટ લાગવાની સમસ્યા. તે દેખાવમાં તો ખરાબ લાગે જ છે સાથે સાથે વસ્તુઓનું આયુષ્ય પણ ઘટાડી નાખે છે. વરસાદની સિઝનમાં જો તમારા ઘરે પણ કાટ લાગી ગયો હોય તો અમુક ઘરેલુ રીતની મદદથી તમે તેને સરળતાથી સ્વ્ચ્છ કરી શકશો. કાટને દૂર કરવા માટે તમે મીઠું લીંબુની મદદ લઈ શકો છો. આ માટે તમે 2 થી 3 ચમચી મીઠું લઈ તેમાં 2-3 લીંબુનો રસ ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો આ પેસ્ટને કાટ વાળી જ્ગ્યાએ લગાવી થોડી વાર માટે રાખો. બાદમાં તેને બ્રશની મદદથી સાફ કરો.
· બેકિંગ સોડા-લીંબુ
લોખંડની વસ્તુઓ પરથી કાટ દૂર કરવા માટે બે કપ પાણીને થોડુ ગરમ કરી લો. પછી તેમાં બે ચમચી બેકિંગ સોડા અને એક ચમચી લીંબુનો મેળવીને પેસ્ટ બનાવો. પછી તેને કાટ વાળા સ્થાને લગાવો દસ-પંદર મિનિટ માટે છોડી દો. જે બાદ સેન્ડ પેપરની મદદથી કાટને હટાવો, આનાથી કાટ થોડી જ મિનિટોમાં ગાયબ થઈ જશે.
· બોરેક્સ પાઉડર
લોખંડની વસ્તુઓ પર લાગેલા કાટને હટાવવા માટે બોરેક્સ પાઉડર પણ કામ આવે છે. આ માટે તમે 3-4 ચમચી બોરેક્સ પાઉડર લઈ અને તેમાં એક ચમચી પાણી મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરો. પછી આ મિક્સચરને કાટ વાળા સ્થાને લગાવીને દસ મિનિટ માટે છોડી દો. જે બાદ સેન્ડ પેપરથી રગડીને કાટને સાફ કરી દો.
· કોલ્ડ ડ્રિન્ક
કાટ રિમૂવ કરવા માટે તમે કોકા કોલાની મદદ લઈ શકો છો. આ માટે તમે આ કોલ્ડ ડ્રિન્કને કાટ વાળા સ્થાને નાખીને થોડી વાર માટે રાખો. પછી દસ-પંદર મિનિટ બાદ સ્પોન્ઝની મદદથી કાટને સ્ક્રબ કરો. આનાથી કાટ થોડી જ મિનિટોમાં રિમૂવ થઈ જશે.
· ચૂનો-બોરેક્સ પાઉડર
કાટ દૂર કરવા માટે તમે ચૂનો અને બોરેક્સ પાઉડરનો મિક્સચર પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે 3-4 ચમચી બોરેક્સ પાઉડર લઈ લો અને તેમાં એટલો જ ચૂના પાઉડર પણ એડ કરી દો. પછી આમાં એક-બે ચમચી પાણી મિક્સ કરીને ઘાટુ મિશ્રણ તૈયાર કરી લો. પછી તેને કાટવાળા સ્થાને લગાવો અને 5-10 મિનિટ માટે રાખો. જે બાદ સેંડપેપરથી રગડીને કાટને સાફ કરી દો.