Connect Gujarat
અન્ય 

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં લગાવો આ પ્લાન્ટ, એક પણ મચ્છર આસપાસ નહિ ફરકે....

ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં લગાવો આ પ્લાન્ટ, એક પણ મચ્છર આસપાસ નહિ ફરકે....
X

હાલમાં દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અને આટલા મોટા પાયે પડેલા વરસાદના કારણે પાણી ભરાવા અને વિવિધ રોગો થવાનો ભય રહે છે. સામાન્ય રીતે જોઈએ તો વરસાદ બાદ રોગચારો ફાટી નીકળે છે. જેમાં મોટાભાગે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનીયાનો રોગ ઘણો વધી જાય છે. આપણે અહી વરસાદની ઋતુમાં મચ્છરોથી ફેલાતી બીમારીઓથી બચવા માટે વિવિધ છોડ ઘરમાં ઉગાડવાથી ફાયદો થાય છે. તો ચાલો તે વિષે વાત કરીએ.

તુલસી

તુલસીનો ઉપયોગ ભારતમાં દવાના રુપે કરવામાં આવે છે. આ છોડથી મચ્છરોને દુર કરવામાં મદદ કરે છે. તમે આ છોડને નાના કુંડામાં ઉગાડી શકો છો જેનાથી મચ્છરો દુર થઈ જાય છે.

રીગોલ્ડ પ્લાન્ટ:

પીળા અને નારંગી રંગના ફુલ આવતા આ છોડની મદદથી ઘરની આસપાસના મચ્છરોને દુર કરી શકાય છે. ઘરમાં આ હજારીગલનો છોડ વાવવાથી ઘરમાં મચ્છરો આવતા અટકી જશે.

સિટ્રાનેલા:

મચ્છરોના આતંક દુર કરવા માટે તમે સિટ્રાનેલાનો છોડ ઘરમાં ઉગાડી શકો છો. આ છોડ મચ્છરોને દુર કરવામાં મદદરુપ થાય છે. તેની સુગંધથી મચ્છરો દુર ભાગે છે. અન તેનો ઉપયોગ તમે મોસ્કિટો રેપલેંટ તરીકે કરી શકો છો.

લેમન બામ

લેમન બામના આ છોડમાથી એક સ્ટ્રોંગ સ્મેલ નીકળતી હોય છે. જે મચ્છરોને નથી ગમતી અને આ પ્લાન્ટ જોવા ઘણો જ સુંદર લાગતો હોય છે, કેટલાક લોકો આ છોડને ઘરના ડેકોરેશન કરવામાં ઉપયોગ કરતા હોય છે. આમ લેમન બામને ઘરમાં લગાવવાથી મચ્છરોથી છુટકારો મળે છે.

લવંડર

સામાન્ય રીતે લવંડરની સુગંધનો ઉપયોગ રૂમ ફ્રેશનર તરીકે કરવામાં આવતો હોય છે, તેની ખાસ પ્રકારની સુંગધ દરેકને પસંદ આવતી હોય છે. પરંતુ મચ્છરો આ ગંધથી દુર ભાગતા હોય છે. તેથી તમે આ છોડનો ઉપયોગ મચ્છરો ભગાડવામાં કરતા હોય છે.

Next Story