OTT પર અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારનું આકરું વલણ, Ullu-ALTT સહિત 25 પ્લેટફોર્મ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે આવા OTT પ્લેટફોર્મ્સ પર સપાટો બોલાવ્યો છે. સરકારે 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં Ullu, ALTT અને Desiflix જેવા પ્લેટફોર્મ્સનો પણ સમાવેશ થાય છે.

New Update
Ullu-Ban
  • કેન્દ્ર સરકારે આવા OTT પ્લેટફોર્મ્સ પર સપાટો બોલાવ્યો છે. સરકારે 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છેજેમાં Ullu, ALTT અને Desiflix જેવા પ્લેટફોર્મ્સનો પણ સમાવેશ થાય છે.

જાણવા મળ્યા મુજબ સરકારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને 25 OTT પ્લેટફોર્મનું પબ્લિક એક્સેસ ડિસેબલ કરવાનો નિર્દેશ આપ્યો છે. મીનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટએ એક નોટિસ જાહેર કરીને આ જાહેરાત કરી છે. નોટિસ મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડીએટરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદેસર માહિતીની એક્સેસને દૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ આ પગલાનો ઉદ્દેશ્ય ઉત્તેજક તેમજ ભારતના કાયદાકીય અને સાંસ્કૃતિક ધોરણોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને રોકવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહી મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સમિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટમિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીડીપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેર્સઉદ્યોગ સંસ્થાઓ FICCI અને CII, અને મહિલા અધિકારો અને બાળ અધિકારોના ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ALTT,Ullu,Desiflix,Big Shots App,Boomex, Navarasa Lite,Gulab App,Kangan App,Bull App,Jalva App,Wow Entertainment,Look Entertainment,Hit Prime,Feneo,ShowX,Sol Talkies,Adda TV, Adda TV, Hulchul App,MoodX,NeonX,Fugi,Moj flix,Triflicks સહિતના પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે.