જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે આઇફોન-16 લૉન્ચ થઇ ચૂક્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ‘એપલ પાર્ક’ના સ્ટિવ જોબ્સ થિયેટર ખાતે ‘ઇટ્સ ગ્લોટાઇમ’ નામની એપલની વર્ષની સૌથી મોટી ઇવેન્ટમાં આઇફોન-16 સિરીઝ લૉન્ચ થઇ છે. તેમાં આઇફોન-16નાં ચાર મોડલ પ્લસ, પ્રો અને પ્રો મેક્સનો સમાવેશ થાય છે. સૌપ્રથમવાર એપલે પોતાના સ્માર્ટફોનમાં AI સપોર્ટ આપ્યો છે.
પ્લસ તેણે પોતાની નવી ચિપ A18 પણ ઉમેરી છે. અમેરિકામાં તેની પ્રારંભિક કિંમત 79,900 રાખવામાં આવી છે.ઇવેન્ટમાં સૌપ્રથમ એપલ વૉચ સિરીઝ 10 રજૂ કરવામાં આવી હતી. જેમાં આ વખતે 30% મોટી સ્ક્રીન સાઇઝ અપાઇ છે. માત્ર 9.7mm જાડાઇ સાથે આ એપલની અત્યાર સુધીની સૌથી પાતળી ઘડિયાળ છે. તેની બોડી ટાઇટેનિયમની બનેલી છે.આ ઇવેન્ટમાં એપલ વૉચ અલ્ટ્રા 2 પણ લોન્ચ કરવામાં આવી. તેને સ્પેશિયલી એથ્લિટ્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ઘડિયાળ લો પાવર મોડમાં પણ 72 કલાક ચાલશે. દાવો કરવામાં આવે છે કે તેમાં સૌથી સચોટ જીપીએસ હશે.