(ISRO)એ PSLV-C59/PROBA-3 મિશન સફળતાપૂર્વક કર્યું લૉન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C59/PROBA-3 મિશન સફળતાપૂર્વક લૉન્ચ કર્યું. આ મિશન એક કૉમર્શિયલ મિશન હતું,

New Update
isro1

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C59/PROBA-3 મિશન સફળતાપૂર્વક લૉન્ચ કર્યું. આ મિશન એક કૉમર્શિયલ મિશન હતું, જે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. PSLV-C59 રૉકેટ ESA (યુરોપિયન સ્પેસ એજન્સી) ના PROBA-3 ઉપગ્રહને તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં મૂકવા માટે લઈ જઈ રહ્યું હતું.

ઈસરોએ ટ્વીટ કરીને આ મિશનની સફળતાની જાહેરાત કરી. PSLV-C59/PROBA-3 મિશન તેના પ્રક્ષેપણ લક્ષ્યોને સચોટ રીતે પૂર્ણ કરે છે, અને ESA ના ઉપગ્રહોને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે. ISRO એ PSLV ની વિશ્વસનીયતા, NSIL અને ISRO વચ્ચેના સહયોગ અને ESA ના નવીન ઉદ્દેશ્યોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. આ મિશન પીએસએલવીની કામગીરી, ઈસરો અને એનએસઆઈએલ વચ્ચેની ભાગીદારી અને નવી ટેકનોલોજી માટે ESAની પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે.

પ્રૉબા-3 યૂરોપિયન સ્પેસ એજન્સી (ESO)ની પ્રૉબા સીરીઝનું ત્રીજું સૌર મિશન છે. ખાસ વાત એ છે કે પ્રૉબા સીરિઝનું પહેલું મિશન પણ 2001માં ઈસરોએ લૉન્ચ કર્યું હતું. પ્રૉબા-3 મિશન માટે સ્પેન, બેલ્જિયમ, પૉલેન્ડ, ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમોએ કામ કર્યું છે. આના પર લગભગ 20 કરોડ યૂરો (લગભગ 1,778 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા છે.