દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપનું નામ વિક્રમ રાખવામાં આવ્યું , જાણો વિશેષતાઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

New Update
CHIP

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ કાર્યક્રમની શરુઆતમાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને ભારતમાં બનેલી પ્રથમ ચીપ રજૂ કરી. દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. વિક્રમ એ 32-બીટ માઇક્રો પ્રોસેસર છે. જે ઇસરો દ્વારા બનાવવામાં આવ્યું છે.

ઇસરોની સેમિકન્ડક્ટર લેબમાં બનેલી વિક્રમ ચીપ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. આ ચીપ અવકાશ પ્રક્ષેપણ વાહનોની આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે યોગ્ય છે.

Made in India

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ચીપ સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં પણ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવા સક્ષમ છે. વિક્રમ ચીપ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે અન્ય ઘણા પ્રકારની ચીપો રજૂ કરી છે. જે વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ અન્ય ચીપ 4 પ્રોજેક્ટ્સની ટેસ્ટ ચીપ છે જેને મંજૂરી મળી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સતત અગ્રેસર છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તે નિશ્ચિત છે. તેમજ 21મી સદીની શક્તિ નાની ચિપ્સમાં રહેલી છે. ભારતના હાલમાં જ આવેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે ભારત આર્થિક મોરચે પ્રગતિ કરી રહ્યું છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો. વર્ષ 2023 સુધીમાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી. વર્ષ 2024માં અમે વધારાના પ્લાન્ટને મંજૂરી આપી.

વર્ષ 2025 માં અમે પાંચ વધારાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. હાલ 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.જે ભારત પ્રત્યે વિશ્વનો વધતો વિશ્વાસ દર્શાવે છે.

Latest Stories