/connect-gujarat/media/media_files/2025/02/18/2P9Qq8XEmwAXYjqrwItu.jpg)
ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સ્પામ કોલ્સ (Spam Call) રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે અને દંડની પણ વાત કરી છે. વાસ્તવમાં હવે મોબાઇલ વપરાશકર્તાઓ સરળતાથી સ્પામ કોલ્સનો રિપોર્ટ કરી શકશે અને અનસોલિસિટેડ કોમર્શિયલ કોલ્સ (UCC) થી પણ છુટકારો મેળવી શકશે. આ માટે TRAI એ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી.
https://x.com/TRAI/status/1891470343170048503
ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ કોમર્શિયલ કોમ્યુનિકેશન માટે 10 અંકની મોબાઈલ નંબર સિસ્ટમ પહેલાથી જ બંધ કરી દીધી છે. આ માટે એક નવી નંબર શ્રેણી રજૂ કરવામાં આવશે જે 140 અને 1600 શ્રેણીથી શરૂ થશે. 140 નંબર શ્રેણીનો ઉપયોગ પ્રમોશનલ કોલ્સ માટે કરવામાં આવશે જ્યારે 1600 શ્રેણીનો ઉપયોગ વ્યવહાર સંબંધિત કોલ્સ માટે કરવામાં આવશે.