નવરાત્રીના પર્વનો પ્રારંભ

આદિવાસી સમાજે પરંપરા જાળવી રાખી

આદિવાસી સમાજે રજૂ કર્યું ઘેરૈયા નૃત્ય

અભ્યાસ કરતા બાળકો પણ જોડાયા

ફાળો ઉઘરાવી અંતિમ દિવસે કરે છે ઉજવણી

આજથી જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર પંથકમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે.આદિવાસી સમાજે વિવિધ વિસ્તારોમાં ઘેરૈયા નૃત્ય રજૂ કર્યું હતું

અંકલેશ્વર પંથકમાં આદિવાસી સમાજ દ્વારા તેમની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઘેરૈયાની ઉજવણી કરી સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો. નવરાત્રીમાં પર્વને આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે.

સુરતી ભાગોળ વિસ્તારમાં આયોજિત આ ઘેરૈયા નૃત્યમાં  યુવાનો સાથે શાળામાં અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે સૌએ એકઠા થઈને નૃત્ય કર્યું હતું. ઘેરૈયા નૃત્યમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની ભક્તિમાં લીન બને છે.આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતીક છે.