અંક્લેશ્વર : પાનોલીના રૂઢી ફળિયામાંથી થઈ બાઈકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
અંક્લેશ્વર : પાનોલીના રૂઢી ફળિયામાંથી થઈ બાઈકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકાના પાનોલી ગામના રૂઢી ફળિયામાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર તાલુકાના પાનોલી ગામના રૂઢી ફળિયા રહેતા યાહયા મહમદ મલેકએ પોતાની બાઇક નં. GJ 05 AH 7418 ગત તા. 10 નવેમ્બરના રોજ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમ્યાન વાહન ચોર ત્રાટકી તેઓની રૂપિયા 20 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે યાહયા મલેક દ્વારા બાઇક ચોરી અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે, ત્યારે હાલ તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories