ભરૂચ જિલ્લા ભાજપમાં પરિવર્તન

જિલ્લા પ્રમુખને હટાવાયા

પ્રકાશ મોદીને હટાવવામાં આવ્યા

પરેશ લાડની વરણી કરવામાં આવી

ફટાકડા ફોડી કરાય ઉજવણી

ભરૂચ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ પ્રકાશ મોદીને હટાવી તેમના સ્થાને યુવા નેતા પરેશ લાડને પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પરેશ લાડની વરણી કરવામાં આવી છે. અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા પ્રકાશ મોદીને બદલવામાં આવ્યા છે. પરેશ લાડની વરણી થતાં ભાજપના કાર્યકરો અને ખાસ કરીને યુવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

અયોધ્યા નગર સ્થિત સંતોષી માતાના મંદિરે પરેશ લાડનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા જિલ્લા પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પરેશ લાડે જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લામાં ભાજપને હજુ વધુ મજબૂત બનાવવા સાથે જનતાના કામોને વેગ આપવામાં આવશે.

પરેશ લાડની નવી જવાબદારી બાદ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે પક્ષ દ્વારા વિવિધ કામગીરીને વેગ આપવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરેશ લાડ યુવા નેતા છે અને તેઓ પ્રદેશ બક્ષીપંચ મોરચામાં સક્રિય હતા ત્યારે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ પ્રકાશ મોદીને સ્થાનિક નેતાઓનો વિરોધ નડી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તેમને જિલ્લા પ્રમુખ પદ પરથી હટાવી પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ઉપાધ્યક્ષની જવાબદારી સોંપમવામાં આવી છે.