પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના યુવાનનું લંડનમાં અકાળે મોત થતા પરિવારજનોએ હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના એક ખેડૂત પરિવારનો પુત્ર બે મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો જ્યાં છેલ્લા પાંચ દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું ત્યારબાદ ગતરોજ યુવાનની ડેડ બોડી મળ્યાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી મળયુ હતું તેમ જ ડેડ બોડીને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સંસદનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતુંમૃતક યુવાનના પરિવારજનો દ્વારા મીડિયા ને જણાવ્યું હતું કે લંડનમા અભ્યાસ અર્થે ગયેલા મિતની કિડનેપ કરીને તેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.મૃતક વિદ્યાર્થી મિતની લાશને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું
