ચાણસ્મા તાલુકાના પલાસર ગામ નજીક અમાસણ ગામેથી પગપાળા પાવાગઢ દર્શનાર્થે નીકળેલા પદયાત્રી કાનમાં ઈયરફોન ભરાવી રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા દરમ્યાન અચાનકને ટ્રેન આવી જતા યુવાનને અડફેટે લીધો હતો.તેને માથાનાં અને પગના ભાગે ગંભીઈજાઓ થતા કમ કમાટી ભરી મોત થયું હતું.

આ અંગે મૃતક ના ભાઈએ ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારે આ યુવાને અકસ્માત પહેલા રેલવે ફાટક પટ્ટા ઉપર ચાલતો એક વીડિયો ઇન્સ્ટરગ્રામ પર મુક્યો હતો. બનાસકાંઠાના લાખણી તાલુકાના અમાસણ ગામેથી પગપાળા પાવાગઢ દર્શનાર્થે 10 ભક્તો નીકળ્યા હતા તેઓ ચાલતા ચાલતા ચાણસ્મા તાલુકાના પલાસર ગામની સીમમાં પ્રવેશ્યા હતા. તે વખતે ભલાજી ભગાજી ચાવડા તેઓ કાનમાં ઈયરફોન ભરાવી ચાલી રહ્યા હતા અને તેઓ પલાસર નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે વખતે અચાનક શુક્રવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ટ્રેન આવી જતા ટ્રેનની ટક્કરે તેઓ ટ્રેન નીચે આવી ગયા હતા તેઓને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. 

આ અંગે મૃતકના મૃતદેહ ને લણવા સરકારી દવાખાનામાં પીએમ કરાવી વાલી વારસોને સોંપ્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારે આ મૃતક યુવાને અકસ્માત અગાઉ રેલવે પટ્ટા ઉપર ચાલતો એક રિલ બનાવી તેના ઇન્સ્ટરગ્રામ પર મૂકી હતી.