પાટણ: શાળાના આચાર્ય પર અજાણી યુવતીનો ફોન આવ્યો અને મળવા ગયા, પછી શું થયું જુઓ

New Update
પાટણ: શાળાના આચાર્ય પર અજાણી યુવતીનો ફોન આવ્યો અને મળવા ગયા, પછી શું થયું જુઓ

પાટણ જિલ્લામાં એક શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા કઢાવી લેવાનો પ્લાન ઘડી ચૂકેલા ચાર આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. સિદ્ધપુર પોલીસે હનીટ્રેપના માસ્ટર માઇન્ડોને ગિરફતમાં લઈ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પાટણ જિલ્લામાં એક શિક્ષક હનીટ્રેપનો ભોગ બન્યા છે. સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામની જાગૃતિ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા ભગવાન પટેલ સાથે હનીટ્રેપની ઘટના સામે આવી છે. આચાર્યને 19 માર્ચ 2021ના રોજ રાત્રે આઠ વાગ્યાના સુમારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં યુવતિએ કહ્યું હતું કે, હું લણવાથી કોમલ પ્રજાપતિ બોલું છુ. જોકે આચાર્યએ કહ્યું કે હું તમને નથી ઓળખતો તો સામે યુવતિએ કહ્યું હતું કે હું તમને ઓળખું છે મારે તમને મળવુ છે તેમ કહી ફોન મુકી દીધો હતો.

જે બાદમાં વારંવાર યુવતિએ ફોન કરતાં ભગવાન પટેલ કંટાળીને તેને મળવા ગાડી લઈ પહોંચ્યાં હતા. દેથળી નજીક સીમમાં યુવતિને મળવા ગયા ત્યાં અચાનક યુવતિના સાગરીતો આવી પહોંચ્યાં હતા અને કહેવા લાગ્યા કે તું અમારી દીકરીને લઈ કેમ ફરે છે તેમ કહી માર માર્યો હતો. આ સાથે પતાવટ કરવા રૂપીયા પાંચ લાખની માંગ કરી અંતે રૂપિયા બે લાખ આપવાનું નક્કી થયુ હતુ ત્યારે સમગ્ર ઘટનામાં ભોગ બનેલા શાળાના આચાર્ય ભગવાન પટેલે ઠાકોર પરેશજી , ઠાકોર ભીખાજી અને કોમલ સહિતના સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે હનીટ્રેપમાં ફસાવી લોકોને લૂંટનાર ટોળકીના ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.