-
ગોવાલી ગામ પાસે રસ્તા પર કાળ દોડ્યો
-
બેફામ હાઈવાએ રાહદારીને કચડ્યો
-
અકસ્માત બાદ સ્થાનિકો રોષે ભરાયા
-
સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવાની કરી માંગ
-
ટ્રક છોડીને ચાલક થયો ફરાર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા એક રાહદારીને પૂરઝડપે આવતી હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રાહદારી ટ્રકના તોતિંગ ટાયર નીચે કચડાઈ ગયો હતો,અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક પોતાની ટ્રક રસ્તા પર જ મૂકીને પલાયન થઈ ગયો હતો.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ માર્ગ પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ભારે વાહનો બેફામ ગતિએ દોડે છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. અગાઉ પણ અનેક લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
