ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ
ભરૂચ અંકલેશ્વરમાં મોકડ્રિલ યોજાય
સાંજે 7.30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ
બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા
અડધો કલાક અંધારપટ છવાયો
સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર ONGC ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્લેક આઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી.આ બ્લેક આઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઇ અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઈટ બંધ રાખવામાં આવી હતી.
