પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા, કોરોનાની મહામારી વચ્ચે પડતા પર પાટુ

New Update
આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો, જાણો વધુ

કોરોનાના કપરા કાળમાં મધ્મવર્ગને વધુ એક મોંઘવારીનો માર પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા 70 પૈસાએ પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ 91 રૂપિયા 10 પૈસા પર પહોંચ્યો છે.

મે મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને લીધે એક લીટર પેટ્રોલના ભાવમાં બે રૂપિયાને 81 પૈસાનો, જ્યારે ડિઝલમાં ત્રણ રૂપિયાને 34 પૈસાનો વધારો થયો છે. રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ પરના વેટના દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અલગ અલગ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મુંબઈનો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ચાર પૈસા છે.

વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત ફરીથી વધીને 69 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ કિંમત વધારી શકે છે. અમેરિકામાં પ્રતિબંધો ઘટાડવામાં વિલંબ થવાને કારણે અને ઓઈલ માર્કેટમાં ઇરાનની ફરી એન્ટ્રી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેવાની ધારણા છે.

Latest Stories