વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી દેશવાસીઓને સંબોધન કરશે. ‘મન કી બાત’ કાર્યક્રમનો આ 67મો એપિસોડ હશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી રામ મંદિર અને કોરોના વાયરસ પર ચર્ચા કરી શકે છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગ્યે થશે.
પીએમ મોદી પોતાના પ્રથમ કાર્યકાળના શરૂઆતથી જ મન ન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા આવ્યા છે. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરે છે. પીએમ મોદીએ આ કાર્યક્રમ માટે ટ્વિટ કરીને લોકોને પોતાના વિચારો મોકલાનો અનુરોધ કર્યો છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આપ સામૂહિક પ્રયાસોથી સકારાત્મક બદલાવ લાવનારી નાની નાની કહાનીઓથી અવગત થશો. આપ નિશ્ચિતપણે તે પહેલ વિશે જાણતા હશો, જેમણે અનેક જીવન બદલ્યા છે. કૃપા કરીને તેને આ મહિનાની 26 તારીખે થનારી મનકી બાત માટે શેર કરો.
પીએમ મોદી આજે ‘મન કી બાત’થી દેશવાસીઓને કરશે સંબોધન
New Update