/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/download-4.jpg)
બેન્કની આંતરિક તપાસના અહેવાલમાં સ્ફોટક ખુલાસો, ક્લાર્કથી લઈને ટોપ મેનેજમેન્ટની સંડોવણી
પંજાબ નેશનલ બેન્કના ૧૩૦૦૦ કરોડના ગોટાળામાં બેન્કના ટોપ લેવલના અધિકારીથી લઈને નીચેના સ્તર સુધી એમ કુલ ૫૪ કર્મચારીઓ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ બેન્કની આંતરિક તપાસમાં થયો છે. એક ન્યુઝ એજન્સીએ બેન્કના આંતરિક તપાસના અહેવાલને ટાંકતા કહ્યું છે કે, બેન્કના માળખામાં ગંભીર ખામીઓ છે. તેના કારણે હજારો-કરોડના ગોટાળાને પકડવો મુશ્કેલ બન્યો હતો. જે લોકો આ માટે જવાબદાર છે તેમાં બેંક ક્લાકર્થી લઈને બેંક ઓડિટર અને સંખ્યાબંધ બ્રાન્ચના મહત્વના અધિકારીઓ સામેલ છે.
આ પહેલા એપ્રિલમાં બેન્કના સીઈઓએ દાવો કર્યો હતો કે ગોટાળામાં સામેલ ૨૧ કર્મચારીઓને સસપેન્ડ કરાયા છે.આ ગોટાળો મુંબઈની એક બ્રાડી હાઉસ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓની સંડોવણીના કારણે શક્ય બન્યો છે. અત્યાર સુધી આ ગોટાળાને એક નાનકડી ઘટના હોવાનું જણાવવાના પ્રયાસો કરી રહેલા બેન્ક મેનેજમેન્ટ માટે આ રિપોર્ટ એક મોટા ઝટકા સમાન છે.આ રિપોર્ટથી એ પણ સાબીત થયુ છે કે બેન્ક આ ગોટાળાને ગંભીર ગણાવવાથી બચતી રહી હતી.
જાન્યુઆરીમાં જ ગોટાળાની વિગતો બહાર આવી હતી અને એ પછી પણ બેન્કે કોઈ આકરી કાર્યવાહી કરી ન હતી.બેન્ક દ્વારા કોઈના પર પેન્લટી લગાવવામાં પણ આવી નથી અને કોઈ ઉચ્ચ અધિકારીની ગોટાળા માટે જવાબદારી પણ નક્કી કરાઈ નથી.
દિલ્લી સ્થિત હેડક્વાર્ટરમાં ક્રેડિટ રિવ્યૂ અને ઈન્ટરનેશનલ બેંકિંગ શાખામાં સુરક્ષાની ખામીઓના કારણે ગોટાળો લાંબો સમય સુધી બહાર આવ્યો ન હતો.બેંકની ઈન્ટરનેશનલ બેન્કિંગ બ્રાન્ચ તેમજ આઈટી ડીપાર્ટમેન્ટે લાંબા સમય સુધી બેંકની ઈન્ટરનલ કોમ્યુનિકેશન સિસ્ટમ પર કામ કર્યુ ન હતુ.જેના કારણે મુંબઈ શાખામાંથી સતત આપવામાં આવી રહેલી બેંક ગેરંટીની માહિતી દબાયેલી રહેતી હતી.જેના કારણે ગોટાળો બહાર આવ્યો ન હતો.