ભરૂચમાં કરવામાં આવ્યું હતું આયોજન

કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું હતું

પદયાત્રાનું કરાયુ હતું આયોજન

પોલીસે રેલી શરૂ થાય એ પહેલા જ કરી અટકાયત

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત

ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત પદયાત્રા પૂર્વે જ પોલીસે કોંગરીમાં આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભરૂચમાં યોજાનારી વિરોધ રેલી પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.કોંગ્રેસ કાર્યાલયથી રેલી માટે કાર્યકરો આગળ વધે તે પહેલાં જ પોલીસે માત્ર 100 મીટરના અંતરે તેમને અટકાવ્યા હતા.

પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવી વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીના સ્થળે કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચમાં પદયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.