/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/16170604/maxresdefault-205.jpg)
સોમનાથ મંદિર પર હુમલો કરી લૂંટ અને કત્લેઆમ ચલાવનાર મોહંમદ ગઝનવી અને મોહંમદ ઇબ્ન કાસીમ જેવા હુમલાખોરોને બિરાવતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે સોમનાથ મંદિર તરફથી પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે.
સોમનાથ મંદિરની પાછળના ભાગે અડધો કિમી દૂર એક શખ્સ સેલ્ફી વીડિયો બનાવી મોહંમદ ગઝનવી અને મોહંમદ ઇબ્ન કાસીમ જેવા લૂંટારાને હિરો તરીકે બિરદાવતો હોય એવો વીડિયો વાયરલ કર્યો છે. 3 મીનીટ 24 સેકન્ડના આ વીડિયોમાં પોતાની વિકૃત માનસિકતા ઠાલવી આ શખ્સે કોમી વૈમનસ્ય ઉભું થાય એવી પેરવી કરી હોવાનુ સ્પષ્ટ થાય છે. આથી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં વીડિયો 2019માં બનાવ્યાનું અને એ શખ્સ હરિયાણાનો હોવાનું સામે આવ્યું છે. જો કે તેની ચોક્કસ ઓળખ મેળવવાની તજવીજ ચાલી રહી છે આ વિડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ હિન્દૂ સમાજની લાગણી દુભાઈ છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે સોમનથ મંદિર તરફથી આ અજાણયા વ્યકતિ સામે તાતકાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.