• સુરત પોલીસને મળી મોટી સફળતા

  • ખંડણીખોર રીઢા આરોપીને દબોચી લીધો

  • ગુજસીટોક સહિત 27 ગુના નોંધાઈ ચુક્યા છે

  • ભાવનગરથી પોલીસે ચિરાગ મેરની કરી ધરપકડ

  • ભારત છોડી વિદેશ ભાગવાની કરતો હતો તૈયારી 

સુરત પોલીસે રીઢા આરોપી ખંડણીખોર ચિરાગ મેરને દબોચી લીધો હતો,ગુજસીટોક સહિત 27 ગુનાના તેના વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જેનો ખોફ હતો અને જેના પર ખંડણીમારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છેતેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે.

આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કેતે ધરપકડથી બચવા માટે ભારત છોડી વિદેશ ભાગી જવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યો હતો. ભૂતકાળમાં ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ જેલની હવા ખાઈ આવેલા આ શખ્સે જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ સુરત ઝોન-07ની એલ.સી.બી. ટીમે તેની યોજના પર પાણી ફેરવી દીધું છે.

સુરતના ડીસીપી ઝોન-07 હેઠળની એલ.સી.બી. ટીમપાલ પોલીસ અને ઈચ્છાપોર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આરોપી ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે બે દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતોપરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આખરે તેને ભાવનગરના પરવાળા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો.