ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી.એક અજાણ્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

હાઇકોર્ટના ઇમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા છે અને ડોગ-સ્ક્વોડ દ્વારા ચેકીંગ હાથ ધર્યું છે.

ઈમેલ મળતા જ હાઇકોર્ટ વહીવટીતંત્રે અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપેપરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જોકેપ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતીપરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી અને ઈમેલના મૂળને શોધવા માટે સાયબર તપાસ શરુ કરવામાં આવી છે. અમદાવાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.