ભરૂચ શહેરના ભીડભંજન ખાડી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક ખુલ્લી જગ્યામાં પત્તા વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે રેડ દરમિયાન હેમંત ઉર્ફે ચેન મહેશભાઈ વસાવા, વિપુલ પીન્ટુભાઈ વસાવા, મહેન્દ્ર જેસીંગભાઈ પરમાર, સોમાભાઈ લક્ષ્મણભાઈ વસાવા અને સુખદેવભાઈ દેવચંદભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી અંગજડતી તથા દાવ પરના મળી કુલ રૂ.18,200 રોકડા, પત્તા તથા પાથરણું કબજે કરવામાં આવ્યું હતું. પોલીસે પાંચેય વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
