• ડુમસ દરિયામાં સુનામીની અફવા ઉઠી

  • સોશિયલ મીડિયા પર ખોટી રિલ્સ વાયરલ

  • વાયરલ વિડીયો મુદ્દે પોલીસ આવી એક્શનમાં

  • સાયબર ક્રાઈમ દ્વારા ગુપ્ત તપાસ તેજ

  • અફવાખોરો સામે થશે સખ્ત કાર્યવાહી

સુરતમાં ડુમસ દરિયાના પાણી જોજનો દૂર ગયા હોવાની અને સુનામી આવશે તેવી અફવાઓ વહેતી થઈ છે. આ ભેદી રિલ્સ અને મેસેજને કારણે સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

સુરતનું ડુમ્મસ બીચજ્યાં હજારો સહેલાણીઓ મોજ-મસ્તી માટે આવે છેતે અત્યારે સોશિયલ મીડિયાના અફવાખોરોનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર કેટલીક એવી રિલ્સ વાયરલ કરવામાં આવી રહી છે,જેમાં દાવો કરાયો છે કે દરિયાના પાણી અચાનક ખૂબ દૂર ચાલ્યા ગયા છે અને ટૂંક સમયમાં સુનામી આવી શકે છે.

આ વાયરલ થઈ રહેલી રિલ્સ તદ્દન બકવાસ‘ અને ભ્રામક છે. દરિયામાં ભરતી અને ઓટ એ એક કુદરતી પ્રક્રિયા છેજેને કેટલાક સોશિયલ મીડિયા પેજીસ અને ચેનલો જાણી જોઈને ડરામણા સંગીત સાથે પ્રમોટ કરી રહી છે. સુરત પોલીસ આ મામલે સખત નારાજ છે. સાયબર પોલીસ દ્વારા હવે ગુપ્ત તપાસ શરૂ કરવામાં આવી છે.

ખોટી માહિતી ફેલાવનાર ચેનલો સામે વિધિવત ફરિયાદ નોંધવા માટી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.અને કયા ગ્રુપમાંથી આ રિલ્સ વાયરલ થઈ તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.