ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના મોટા વરાછા ખાતે ગામઠી થીમ પર યોજાયેલી શેરી ઓટલા નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી.
નવરાત્રી મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોચ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવના મોટા અને સુંદર આયોજનો થયા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટા વરાછા ખાતે ગામઠી થીમ પર યોજાયેલી શેરી ઓટલા નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યાં નાયબ મુખ્યમંત્રીએ ‘ડાકોરના ઠાકોર’ ગીત સહિતના ગરબા ગાઈને તેમજ ખેલૈયાઓ સાથે ભળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત હર્ષ સંઘવીએ સુરતના અન્ય ગરબા સ્થળોની પણ મુલાકાત લીધી હતી, અને ખેલૈયાઓની સાથે ગરબાની મોજ માણી હતી.
