અયોધ્યા માટે રવાના થયા વડા પ્રધાન મોદી, કરશે રામમંદિરનું ભૂમિપૂજન

New Update
અયોધ્યા માટે રવાના થયા વડા પ્રધાન મોદી, કરશે રામમંદિરનું ભૂમિપૂજન

રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા,થોડી જ વારમાં વડા પ્રધાન મોદી પણ અહીં પહોંચશે. રાજ્યપાલ આનંદી બેન પટેલ, RSS મોહન ભાગવત સહિત ધર્મગુરૂ અયોધ્યામાં ભૂમિ પૂજન સ્થળ પર પહોંચ્યા છે.

publive-image

મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થશે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, હું મર્યાદા પુરૂષોતમ રામની મર્યાદાથી બંધાયેલી છું. મને રામ જન્મભૂમિના વરિષ્ઠ અધિકારીઓએ શિલાયન્સ સ્થળ પર હાજર રહેવાનો નિર્દેશ કર્યો છે. જે માટે હું આ કાર્યક્રમમાં હાજર રહીશ.

અયોધ્યામાં રામ જન્મભૂમિના ભૂમિ પૂજનના પર્વે મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય બહાર રંગોળીથી સજાવટ કરવામાં આવી છે.

અયોધ્યા જવા માટે રવાના થયા વડા પ્રધાન મોદી, કરશે ભૂમિ પૂજન

રામ મંદિર ભૂમિ પૂજન માટે તૈયાર છે. રામ નગરીને સજાવવામાં આવી છે. દરેક જગ્યાએ ભજન-કીર્તન થઇ રહ્યા છે. અયોધ્યાની ગલી-ગલીમાં ભક્તિરસ છવાયો છે. આજે વડાપ્રધાન મોદી ઉપરાંત અન્ય મોટા નેતા સાધુ સંતો સહિત 175 લોકો આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનશે.

મોદી 11.30 કલાકે અયોધ્યા પહોંચશે. PM જ મંદિરના નિર્માણ માટે પાયો નાખશે. જાણકારી મળી છે કે, આ દરમિયાન પીએમ કુલ ત્રણ કલાક અયોધ્યામાં વિતાવશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં મંચ પર પીએમ મોદી ઉપરાંત મોહન ભાગવત, યોગી આદિત્યનાથ, આનંદીબેન પટેલ, મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.

Latest Stories