વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણ કાર્યનું વિડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરશે

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણ કાર્યનું વિડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરશે

PM નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરના રોજ આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણ કાર્યનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કરશે, આગ્રાના ૧૫ બટાલિયન પીએસી પરેડ મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદિપસિંહ પુરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.

આગ્રા મેટ્રો પરિયોજનામાં ૨ કોરિડોર છે, જેની લંબાઇ ૨૯.૪ કિમી છે. આ કોરિડોર તાજ મહેલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા જેવા મુખ્ય પર્યટક સ્થળોને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો સાથે જોડે છે. આ પરિયોજનાથી આગ્રા શહેરની ૨૬ લાખ વસ્તીને લાભ થશે અને દર વર્ષે આગ્રા આવનાર ૬૦ લાખથી વધુ પર્યટકોની જરૂરીયાત પૂરી થશે. આ પરિયોજના ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણના અનુકૂળ એક માસ રેપિડ ટ્રાન્જિટ સિસ્ટમ પ્રદાન કરશે.  

Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

author-image
By Connect Gujarat Desk
New Update
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1)
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.