PM નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરના રોજ આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણ કાર્યનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન કરશે, આગ્રાના ૧૫ બટાલિયન પીએસી પરેડ મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદિપસિંહ પુરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.
આગ્રા મેટ્રો પરિયોજનામાં ૨ કોરિડોર છે, જેની લંબાઇ ૨૯.૪ કિમી છે. આ કોરિડોર તાજ મહેલ, આગ્રાનો કિલ્લો, સિકંદરા જેવા મુખ્ય પર્યટક સ્થળોને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો સાથે જોડે છે. આ પરિયોજનાથી આગ્રા શહેરની ૨૬ લાખ વસ્તીને લાભ થશે અને દર વર્ષે આગ્રા આવનાર ૬૦ લાખથી વધુ પર્યટકોની જરૂરીયાત પૂરી થશે. આ પરિયોજના ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણના અનુકૂળ એક માસ રેપિડ ટ્રાન્જિટ સિસ્ટમ પ્રદાન કરશે.