નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ ‘હડ્ડી’ના નિર્માતા સંજય શાહની ધરપકડ કરવામાં આવી છે. સંજય પર બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય સાથે ફિલ્મ પ્રોડક્શનને લઈને 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસના સર્કલ-10ના ડીસીપી દત્તા નલાવડેએ સંજયની ધરપકડની પુષ્ટિ કરી છે. બાંદ્રા હોલિડે કોર્ટે સંજયને એક દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.
વિવેક ઓબેરોય વિરુદ્ધ છેતરપિંડીના કેસની સુનાવણી પણ બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. DCP દત્તા નલાવડેએ જણાવ્યું કે વિવેક ઓબેરોયે ત્રણ લોકો સાથે મળીને આનંદિતા એન્ટરટેઈનમેન્ટ નામની કંપની શરૂ કરી હતી. સંજયે આ કંપનીના ફંડનો દુરુપયોગ કર્યો છે. તેના રેકોર્ડની જાળવણી ન કરીને, તેણે પૈસાનો દુરુપયોગ પણ કર્યો.
