પંજાબના લુધિયાણામાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે નવ લોકોના મોત થયા છે. અકસ્માતમાં 11 લોકો બેહોશ થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લુધિયાણામાં ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે છ લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે, નજીકની ફેક્ટરીમાંથી ગેસ લીક થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો ભાગીને ફેક્ટરીથી દૂર સુધી પહોંચી ગયા હતા. ઘટનાસ્થળની નજીક રહેતા ડૉ. શંભુનારાયણ સિંહે આજતકને જણાવ્યું કે ગેસ લીક થયા બાદ તેમના ઘરના 5 લોકો બેહોશ થઈ ગયા છે. સ્થળ પર હાજર અંજલ કુમારે જણાવ્યું કે, મારા કાકાની અહીં આરતી ક્લિનિક નામની દુકાન છે. તેનો આખો પરિવાર બેહોશ થઈ ગયો છે. 2 લોકોના મૃતદેહ હજુ પણ ઘરમાં પડ્યા છે. અંજલે જણાવ્યું કે, તેના પરિવારના સભ્યોના શરીર સંપૂર્ણપણે વાદળી થઈ ગયા છે.