ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) પહેલા તેની ગર્લફ્રેન્ડ અને મંગેતર ઈશાની જોહર સાથે લગ્ન કર્યા. કથિત રીતે આ દંપતીએ એક પ્રાઈવેટ લૉનમાં લગ્નની વિધિ કરી હતી. રાહુલ ચહરના લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. ગોવામાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ચહરે 2019માં ઈશાની જોહર સાથે સગાઈ કરી હતી.

રાહુલ ચહરે પોતાના લગ્નની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ચહરે કેપ્શન લખ્યું હતું કે “આપણી ખુશી પછી!” તેમના લગ્ન બાદ ભારતીય ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ નવા કપલને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.