રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત થયા કોરોના સંક્રમિત; પહેલા પત્ની કોરોના પોઝિટિવ આવ્યા હતા

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત થયા કોરોના સંક્રમિત; પહેલા પત્ની કોરોના પોઝિટિવ આવ્યા હતા
New Update

રાજસ્થાનમાં કોરોના સંક્રમણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા તેની પત્ની સુનિતા ગેહલોતનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી સીએમએ પોતાને આઇસોલેટ કરી દીધા હતા.

મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કર્યું હતું કે, "આજે કોવિડ ટેસ્ટ કરાવતા મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ લક્ષણો નથી અને મને સારું લાગે છે. કોવિડ પ્રોટોકોલને પગલે હું આઇસોલેશનમાં રહી કામ ચાલુ રાખીસ."

અગાઉ, પત્ની સંક્રમિત હોવા અંગે ટ્વીટ કરતી વખતે ગેહલોતે ગઈકાલે કહ્યું હતું કે, "મારી પત્ની સુનિતા ગેહલોત કોવિડ પોઝિટિવ આવી છે. પ્રોટોકોલ મુજબ અમે તેની સારવાર આઇશોલેશનમાં કરી દીધી છે. હવે હું સાંજના સાડા આઠ વાગ્યે અધિકારીઓ સાથે કોવિડ સમીક્ષા બેઠક."

રાજસ્થાનમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના 16,613 નવા કેસ નોંધાયા છે જ્યારે 120 વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં 1,63,372 કોરોના એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસને કારણે કુલ 3,926 લોકોનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં, છેલ્લા 24 કલાકમાં વધુ 16,613 સંક્રમિત થયા હતાં. જેમાં જયપુરમાં 3014, જોધપુરમાં 2220, અલવરમાં 1123 અને ઉદયપુરમાં 1112 નવા દર્દીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ 8303 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં જોધપુરમાં 33, જયપુરમાં 32 અને ઉદયપુરમાં 11 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

#Rajasthan #Corona Virus #Rajasthan CM #Rajsthan News #Ashok Gehlot #Corona Virus Rajsthan #Rajasthana News
Here are a few more articles:
Read the Next Article