રાજકોટ : રાતના 8 વાગ્યાં પહેલા પહોંચો ઘર નહિતર પોલીસ કરશે કાર્યવાહી

New Update
રાજકોટ : રાતના 8 વાગ્યાં પહેલા પહોંચો ઘર નહિતર પોલીસ કરશે કાર્યવાહી

રાજકોટમાં લોકો હજી રાત્રિ કરફયુને ગંભીરતાથી લેતાં ન હોવાથી ખુદ પોલીસ કમિશ્નર ચેકિંગમાં નીકળ્યાં હતાં અને લોકોને 8 વાગ્યા પહેલાં ઘરે પહોંચી જવા માટે અપીલ કરી છે.

રાજકોટ સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રિના આઠ વાગ્યાથી રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવે છે. ત્યારે મંગળવારના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાત્રી કર્ફ્યુ દરમિયાન પેટ્રોલીંગમાં નીકળ્યા હતા 15 જેટલા લોકો રાત્રી કર્ફ્યુનો ભંગ કરી માર્ગો પર વોકિંગ કરતા જોવા મળતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નરે વિવિધ પોલીસ પોઇન્ટની મુલાકાત લઇ ફરજ પર હાજર રહેલાં પોલીસ કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાત્રીનો કરફ્યુ આઠ વાગ્યાનો સમય હોવા છતાં પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને નવ વાગ્યા સુધી અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ બુધવારથી રાજકોટ શહેર પોલીસ આઠ વાગ્યાથી રાત્રિ કરફ્યુની ચુસ્ત અમલવારી કરાવશે. જેથી લોકોને સમયસર ઘરે પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે.

Latest Stories