/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/13180025/maxresdefault-179.jpg)
રાજકોટમાં ચાર દિવસ પહેલાં રીકશા પાર્ક કરવા બાબતે થયેલી મારામારીમાં ઘવાયેલા યુવાનનું સારવાર વેળા મોત થતાં પરિવારજનો વિફર્યા હતાં. તેમણે જામનગર હાઇવે પર ચકકાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
રાજકોટમાં ચાર દિવસ પહેલા રિક્ષા પાર્ક કરવા મુદ્દે 11 શખ્સોએ મનહરપુર - 1માં રહેતા ભૂપત કોળીને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ગઇકાલે તેનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરંતુ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રાજકોટ હોસ્પિટલ ખાતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. પોલીસે પરિવારને મૃતદેહ સ્વીકારવા માટે ઘણા સમજાવ્યા હતા.
પરંતુ લોકો વિફર્યા હતાં અને જામનગર હાઇવે ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિવારે પહેલા આરોપીઓની ધરપકડ કરવાનું કહ્યું હતું. બાદમાં આરોપીઓને પકડી સરઘસ કાઢવાની માંગ પર ઉતરી આવ્યા હતા. અંતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢી લોકો પાસે માફી મગાવી હતી. યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ, હત્યાનો ગુનો નોંધી આરોપીઓનીધરપકડ કરી હતી. હાલ પોલીસ સ્થિતિને કાબૂમાં લઇ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.