દેશમાં લાગુ કરવામાં આવેલાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલાં આંદોલન હવે ગુજરાતમાં રંગ પકડી રહયું છે. ગુજરાતની 18 ખેડુત સંસ્થાઓની બનેલી સંઘર્ષ સમિતિએ નવા કાયદાથી થનારા નુકશાન અંગે ખેડુતોને જાણકારી આપવાની શરૂઆત જેતપુરના પીઠડીયા ગામેથી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા જે કૃષિ બિલ લાવી છે તેના વિરોધમાં દિલ્હીની સીમા ઉપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર થઇ રહ્યું છે જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાતની 18 જેટલી ખેડૂત સંસ્થાઓએ ભેગા મળી ખેડુત સંઘર્ષ સમિતિ બનાવી છે. નવા કાયદાઓથી ખેડુતોને થનારા નુકશાન અંગે માહિતી આપવા પત્રિકાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુરના પીઠડીયા ગામેથી કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂત સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ચેતન ગઢીયા અને ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા સાયકલ લઇને ઘરે ઘરે પત્રિકા વહેંચવાના અભિયાનમાં જોતરાય ગયાં છે.