રાજકોટ : જેતપુરમાં ખેડૂતોની નજર સામે જ થતી ઉઘાડી લૂંટ, જુઓ સરકાર વિરુદ્ધ કેવો કરાયો આક્ષેપ..!

New Update
રાજકોટ : જેતપુરમાં ખેડૂતોની નજર સામે જ થતી ઉઘાડી લૂંટ, જુઓ સરકાર વિરુદ્ધ કેવો કરાયો આક્ષેપ..!

સરકાર દ્વારા હાલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની નજર સામે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. જોકે વજનમાં વધુ મગફળી જતી હોવા છતાં ખેડૂતોને થતાં અન્યાયનો વિરોધ કરવાના બદલે ચૂપચાપ સહન કરવાનો વારો આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ગત માસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારથી ખરીદી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી સરકાર ખેડૂતોની નજર સામે જ ખેડૂતોને લૂંટી રહી હોવાનો ખેડૂત આલમે આક્ષેપ કર્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ભરવા માટે જે બારદાનનો ઉપયોગ કરવામાં આવે છે, તે બારદાનનો સરેરાશ વજન 780 ગ્રામ થાય છે. અને સરકાર દ્વારા પ્રત્યેક બરદાનમાં 30 કિલો મગફળી ભરવામાં આવે છે. જેથી 30 કિલો અને 780 ગ્રામ પ્રત્યેક મગફળી ભરેલ કોથળાનો વજન થવો જોઈએ. જેને બદલે સરકાર પ્રત્યેક ખેડૂતો પાસેથી 31 કિલો મગફળી જ પ્રત્યેક બારદાનમાં ભરાવે છે. જેથી પ્રત્યેક કોથળાએ 220 ગ્રામ મગફળી ખેડૂતોની વધુ લેવામાં આવે છે. આ અંગે જેતપુરમાં ચાલતી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોએ આ ઉઘાડી લૂંટ વિશે અધિકારીને રજૂઆત કરતા પોતે આમાં કઈ કરી શકે તેમ નથી અને સરકારનો આવી રીતે જ ખરીદીનો પરિપત્ર છે.  જોકે આવા અન્યાય ભર્યા પરિપત્રના કારણે ખેડૂતો પાસેથી સરકારે અત્યાર સુધીમાં લાખો કરોડો રૂપિયાની મગફળીની લૂંટ ચલાવી છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories