New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/10114428/nn.jpg)
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે અગ્રગણ્ય સામાજિક સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે, ત્યારે JCI દ્વારા શહેરીજનોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેતપુર ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા તા. 9થી 15 સપ્ટેમ્બર સુધી જેસી વીકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર સપ્તાહ દરમ્યાન અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત જેતપુર શહેર બસ સ્ટેન્ડ સહિત તીન બત્તી ચોક ખાતે શહેરીજનોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન JCI જેતપુરના પ્રમુખ જેસી નિલેશ સાવજ, જેસી વીકના ચેરમેન જેસી રાજન ગોંડલીયા, જેસી નિલેશ જોશી, જેસી રાકેશ નગર, જેસી નરેન્દ્ર કોટડિયા, જેસી દ્વિજેશ ધડૂક અને જેસી મિતેષ પોલાર સહીતના જેસી મિત્રો હાજર રહ્યા હતા.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/24/bns-2025-07-24-22-27-21.jpg)
LIVE