રાજકોટમાં એક તરફ કોરોના સામે લોકો જીવન અને મરણનો જંગ ખેલી રહયાં છે તેવામાં સોમવારની રાત્રિએ આગની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોના જીવનદીપ બુઝાય ગયાં હતાં જયારે 12 અન્ય લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે...
રાજકોટના કુવાડવા વાંકાનેર રોડ પર આવેલ પીપરડી ગામ નજીક આવેલ દેવ નામની કંપનીમાં સોમવારે રાત્રિના સમયે બ્લાસ્ટ થયો હતો. પોલીસ તથા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. કંપનીમાં પ્રોડકશન દરમિયાન બોઇલરમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક વિગતો તપાસ પર આવી છે. બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે કારખાનામાં કામ કરી રહેલા ચાર જેટલા કામદારોના સ્થળ પર જ મોત થયાં હતાં જયારે 12 અન્ય લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આગનું કારણ જાણવા માટે પોલીસે કંપની સંચાલકોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.
સોમવારની રાત્રિએ રાજકોટમાં આગજનીનના અન્ય બે બનાવો નોંધાયાં હતાં. જેમાં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી બોમ્બે બેકરીના ઉપરના ભાગમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ વધુ પ્રસરતાં તકેદારીના પગલાંરૂપે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ માલસામાનને ભારે નુકશાન થયું છે. બીજી ઘટનાની વાત કરવામાં આવે તો લક્ષ્મીનગર નાલા પાસે આવેલ ઈન્દ્રપ્રસ્થ નગર માં સીએની ઓફિસમાં પણ આગ લાગી હતી. કોરોનાના કપરા સમયમાં પણ લોકો આગની ઘટનાને જોવા માટે ટોળે વળી ગયાં હતાં. આમ સોમવારની રાત્રિ રાજકોટમાં મોતની રાત્રિ બની રહી હતી.
રાજકોટ : સોમવારની રાત્રે આગની ત્રણ ઘટના, ચાર શ્રમિકોના મોત, 12 અન્ય થયાં ઘાયલ
New Update
Latest Stories