/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29121005/maxresdefault-466.jpg)
રાજકોટમાં
જેઠાણી અને દેરાણીના સંબંધોને લજવતી ઘટના સામે આવી છે. પોતાના પુત્ર કરતાં
દેરાણીના પુત્રને પરિવારમાં વધુ મહત્વ મળતું હોવાની રીસ રાખી જેઠાણીએ દેરાણીના
પુત્રની કરપીણ હત્યા કરી નાંખી છે.
રાજકોટ
શહેરમાં બનેલી ઘટનાએ ભલભલાના હૈયાને હચમચાવી દીધાં છે. ઘટના પર નજર નાંખવામાં આવે
તો જેઠાણીએ દેરાણીના પુત્રનું અપહરણ કરી તેની હત્યા કરી નાંખી છે.જેઠાણી પારુલ
વશરામ ડોબરીયાએ ત્રણ વર્ષના ખુશાલનું આંગણવાડીથી અપહરણ કરી ગળુ દબાવીને હત્યા કરી
મૃતદેહને રસ્તા પર નાંખી દીધો હતો. ભકિતનગર પોલીસે જેઠાણી પારૂલ ડોબારીયાની અટકાયત
કરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરી હતી. અને તેણે જણાવ્યું હતું કે, પોતાનો પુત્ર પણ તેમની દેરાણીના પુત્રની
ઉમંર જેટલો હતો પણ તેને પરિવારમાં પુરતું મહત્વ મળતું ન હતું અને પોતાની દેરાણીના
પુત્ર ને વધુ મહત્વ મળતું હોવાથી તેને દેરાણીના પુત્ર ની હત્યા કરી નાંખવાનો પ્લાન
બનાવ્યો હતો. .ઉલ્લેખનીય છે કે ખુશાલનો આગામી 31 તારીખના રોજ
જન્મ દિવસ હતો...ત્યારે 31 તારીખના રોજ
ખુશાલનો જન્મ દિવસ ઉજવવાનો હોવાથી દેરાણીએ જેઠાણીને જન્મ દિવસની પાર્ટીનું આમંત્રણ
પણ આપ્યું હતું અને તેણે ઉશ્કેરાટમાં આવી ખુશાલનું અપહરણ કરી તેની હત્યા કરી નાંખી
હતી.