રાજકોટ : શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં નેપાળી પરિવારની 2 બાળકીઓનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત...

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. 

New Update
Advertisment

Advertisment

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ સ્થિત શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની 2 બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જોકેકોઈ બચાવે તે પહેલાં જ બન્ને બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સમયે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં 2 બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. બન્ને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતની છે, અને શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે. બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ બન્ને બાળકીના મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષીય પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની બાળકીઓના મોત નીપજ્યાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ એક ઘટના નથી, પરંતુ ગત માર્ચ મહિનામાં પણ આ જ પ્રકારે દુર્ઘટના સર્જાય હતી. જોકે, આજે ફરી એકવાર રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 2 બાળકીના મોત નીપજ્યા છે, ત્યારે માતા-પિતાએ પણ શીખ લેવા જેવી બાબત છે.

Latest Stories